Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

કોરોનાના કારણોસર આખી દુનિયાને થયું છે 8 લાખ ટ્રિલિયન ડોલરનું નુકશાન:સંશોધન

નવી દિલ્હી: કોરોના વાયરસથી આખી દુનિયા બેહાલ છે. એક તાજા ખુલાસા મુજબ મહામારીથી વૈશ્ર્વિક અર્થતંત્રને 3.8 લાખ કરોડ ડોલરનું નુકશાન થયું છે, અને 14 કરોડ 70 લાખ લોકો બેકાર થયા છે. કોરોનાથી અત્યાર સુધી 5,57,416 લોકો માર્યા ગયા છે. અત્યાર સુધીના આંકડા મુજબ કોરોના મહામારી અને તેનો ફેલાવો રોકવા દુનિયાને રૂા.8 લાખ ટ્રીલીયન ડોલરનો ખર્ચ કરવો પડયો છે.

સીડની યુનિવર્સિટીના વિશેષજ્ઞોએ વિસ્તૃત આંકડા જાહેર કર્યા છે. અભ્યાસમાં જણાવાયું છે કે કોરોના વાયરસથી ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીને સૌથી વધુ અસર થઈ છે. પાછળનું કારણ ઉડ્ડયનો રદ કરાયાનું છે. એશિયા, યુરોપ અને અમેરિકા સહિતના દેશોએ પર્યટકો માયેપોતાના દેશના દરવાજા બંધ કરી દીધા હતાતજજ્ઞોના જણાવ્યા પ્રમાણે કોરોનાથી વૈશ્વીક નુકશાન હજુ પણ વધી શકે છે, કેમકે ઉડ્ડયન અને અન્ય પરિવહન સાધનો પર પ્રતિબંધ હજુ જારી છે. સ્થિતિ લાંબો સમય ચાલુ રહેશે તો વધુ નુકશાની વેઠવાનો વારો આવશે.

(5:54 pm IST)