Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

સાઇકલ લઈને હવામાં ઊછળીને ભીંત પર કૂદકો માર્યો આ ભાઈએ

સાઇકલ અને બાઇક પર ખતરનાક સ્ટન્ટ કરીને એનો વિડિયો ઇન્ટરનેટ પર મૂકતા લોકોની કોઈ કમી નથી. જોકે આ વિડિયો સીસીટીવી ઇડિયટ્સ નામના ટ્વિટર પર આએદિન રોડ પર કરાતા મગજ વિનાના સ્ટન્ટ્સના વિડિયો પોસ્ટ કરવામાં આવે છે. તાજેતરમાં એક વિડિયોમાં એક યુવક પૂરઝડપે સાઇકલ લઈને ફરતો દેખાય છે. સાઇકલ હવામાં ઉછાળીને પહેલાં એને બિલ્ડિંગની બહારની ફેન્સ પર અથડાવે છે અને પછી ઊલટો થઈને સાઇકલ દીવાલ પર લેન્ડ કરે છે અને જાણે કંઈ જ ન થયું હોય એમ દીવાલ પરથી નીચે ઊતરી જાય છે.

(2:43 pm IST)