Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

ઇન્ડોનેશિયાના કૃષિ ખાતાનો અળવીતરો દાવો : નીલગિરિનો હાર પહેરવાથી કોરોનાથી બચી શકાશે

દુનિયા આખી કોરોના-ઇન્ફેકશનની દવા અને વેકિસન શોધવાની મથામણમાં છે ત્યારે ઇન્ડોનેશિયાના કૃષિ મંત્રાલયે દાવો કર્યો છે કે અમારી સંશોધન સંસ્થાએ બનાવેલો યુકેલિપ્ટસ એટલે કે નીલગિરિનો હાર પહેરવાથી કોરોના-ઇન્ફેકશનથી બચી શકાય છે. ઇન્ડોનેશિયાના કૃષિ મંત્રાલયની આરોગ્ય સંશોધન અને વિકાસ સંસ્થા (હેલ્થ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એજન્સી)ના નિષ્ણાતોએ બનાવેલો હાર (એન્ટિ વાઇરસ નેકલેસ) વિષાણુઓના પ્રતિકારમાં અસરકારક છે અને એવો દાવો થયો છે કે એ નેકલેસ ૧૫ મિનિટ પહેરવાથી ૪૨ ટકા અને ૩૦ મિનિટ પહેરવાથી ૮૦ ટકા જેટલા વાઇરસ ખતમ થાય છે. આ એન્ટિ વાઇરસ નેકલેસનું જથ્થાબંધ ઉત્પાદન આવતા મહિને શરૂ કરવામાં આવશે. સ્થાનિક સરકારનો તો ત્યાં સુધી દાવો છે કે તેમણે કોરોના ટેસ્ટ-રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય એવા કૃષિ મંત્રાલયના ૨૦ કર્મચારીઓ પર યુકેલિપ્ટસ નેકલેસનો પ્રયોગ કર્યો હતો અને એનાથી દરદીઓની શ્વાસ લેવાની મુશ્કેલી ઝડપથી દૂર થઈ ગઈ હતી.

(2:43 pm IST)