Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

માંસ ખાવાથી વ્યકિતઓના વ્યવહાર બદલાય છેઃ એક અભ્યાસનુ તારણ

માંસાહારી વ્યકિત પહેલા પોતાનો સ્વાર્થ જુએ છે

જયપુર : રેડબાઉન્ડ યુનિવર્સિટી ઓફ નીઝમેગેન અને ટીલબર્ગ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ રિસર્ચમાં જણાવાયુ છે કે જે લોકો માંસાહાર કરે છે તેમનુ મગજ અનિશ્ચીત વ્યવહાર કરવા લાગે છે.

ઓછુ માંસ ખાનારા તથા વધારે પ્રમાણમાં માંસ ખાતા લોકોને સામેલ કરીને કરેલા રીસર્ચ દ્વારા તેમણે જાણવા મળ્યુ કે જે લોકો  અનિશ્ચ્ીત વ્યવહાર કરતા હતા તેમાથી ૬૦ ટકા લોકોએ જમવામાં વધારે માંસ માંગ્યુ હતુ. જ્યારે અન્ય લોકોમાંથી ફકત ૨૦ ટકા લોકોએજ વધારે માંસ માંગ્યુ હતુ.

રિસર્ચરોએ જણાવ્યુ કે માંસ ફકત એક ભોજન જ નથી પણ તેનુ એક પ્રતિકાત્મક મુલ્ય પણ હોય છે. રિસર્ચરોએ કહ્યુ છે કે માંસ લોકોમાં અહંકાર વધારે છે. રિસર્ચર રૂસવોકે આનુ તારણ કાઢતા કહ્યુ છે કે માંસ ખાવાને પારંપારીક રૂપે હેસિયત સાથે જોડવામાં આવે છે. અત્યારની સરખામણીએ પહેલાની સમયમાં માંસ વધારે મોંઘુ  અને દુર્લભ ગણાતુ હતુ.

બીજા એક અભ્યાસમાં રિસર્ચરોએ માંસ અંગે લોકો શું વિચારે છે. તેની માહિતી મેળવી  છે. જેમા જાણવા મળ્યુ હતુ કે માંસ ખાવાથી માણસ બીજાની સરખામણીમાં પહેલા પોતાનો સ્વાર્થ જુએ છે. જે લોકો માંસ નથી ખાતા અથવા ઓછુ ખાય છે તેઓ પોતાના પહેલા બીજા લોકો વિષે વિચારે છે.

(3:29 pm IST)