Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

થાઈલેન્ડઃ ગુફામાં ફસાયેલ બાળકોના રેસ્ક્યુ માટે બે બ્રિટિશ ડાઈવર્સનો મહત્વનો ફાળો

થાઈલેન્ડમાં થામ લુઆંગ ગુફામાં ફસાયેલા જૂનિયર ફૂટબોલ ટીમ અને તેના કોચને બચાવવામાં 2 બ્રિટિશ ડાઈવર્સ જ્હોન વોલેન્થન અને રિક સ્ટેન્ટનએ મહત્વની ભુમિકા ભજવી હતી. આપને જણાવી દઈએ કે, ગુફામાં સૌપ્રથમ આ બે ડાઈવર્સ જ બોળકો અને કોચને મળ્યા હતા અને તેની સાથે વાત ચીત કરી હતી. જ્હોન અને રિક વિશ્વના સૌથી બેસ્ટ કેવ ડાઈવર્સ તરીકે જાણીતા છે.   

(6:54 pm IST)