Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

મારિયા વાવાઝોડાના કારણે તાઈવાનમાં જનજીવન પર અસર દેખાઈ

નવી દિલ્હી: મારિયા વાવાઝોડાના કારણે ફુકાય રહેલ પવન અને ભારે વરસાદના કારણે તાઈવાનની શાળા અને કાર્યાલય આજ રોજ બંધ રહેશે તેમજ બધી ફ્લાઇટો પણ આજે રદ કરી દેવામાં આવી છે મોસમ બ્યુરો દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સ્થાનિક સમયાનુસાર સવારે 10 વાગે મારિયા ઉત્તર પૂર્વી શહેર યિલાનના 500 કિલોમીટર પૂર્વમાં હતું અને 190 કિલોમીટરની ઝડપથી આવી રહ્યું હતું જે હજુ કાલ સવાર સુધી મજબૂત હોવાની આશંકા જણાઈ રહી છે.

(6:12 pm IST)