Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ફટાકડાને લઈને વિવાદ થતા પાડોશીએ એકબીજા પર ગોળીબારી કરી

નવી દિલ્હી: અમેરિકાના લેક બ્રિજપોર્ટમાં ફટાકડાને લઈને પાડોશી વચ્ચે થયેલ વિવાદમાં ગોળીબારીની ઘટના બને છે જેમાં 80 વર્ષીય એક વ્યક્તિનું મોત નીપજ્યું છે નોર્થ ટેક્સાસના અધિકારોએ વાતની જાણકારી આપી છે.તેમને વધુમાં જણાવ્યું છે કે શનિવારના રોજ ઘટના બની છે.વાઈઝ કાઉંટી શેરીફ લેન અકીને એક સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે લેક બ્રિજપોર્ટમાં એડવર્ડ કોન્ડેરોમાં પાડોશીઓ આતીશબાજી કરી રહ્યા હતા જેમાં બે પાડોશીઓ વચ્ચે વિવાદ સર્જાતા બંનેએ સામસામે ગોળીબારી કરી અને તેમાં એકનું મોત નીપજ્યું છે.

 

(6:10 pm IST)