Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

૬૮ સેકન્ડમાં ૫૦ મરચાં ખાઇને ચીનીએ બનાવ્યો વલ્ડ ર્રેકોર્ડ

તીખાં તમતમતાં મરચાં ખાવાનો ફેસ્ટિવલ શરૂ થયો છે ચીનમાં

બીજીંગ તા.૧૦: મધ્ય ચીનના હુનાન પ્રાંતમાં સ્થાનિક થીમ-પાર્કમાં વાર્ષિક ચિલી પેપર ફેસ્ટિવલ શરૂ થયો છે. અહીં પાણીના પુલમાં લગભગ ૩૦૦૦ કિલો તીખાં તમતમતાં ટેબસ્કો ચિલી નાખી દેવામાં આવ્યાં છે. આ વિશ્વનાં સોૈથી તીખાં મરચાં નથી, પરંતુ એને અડતાની સાથે જ તીખાશ અને બળતરા મહેસુસ થાય એટલી તીખાશ એમાં હોય છે. ચીનના થીમ-પાર્કમાં ગયા અઠવાડિયે શરૂ થયેલી આ સ્પર્ધા ઓગસ્ટ મહિનાના અંત સુધી રોજ થશે. આ સ્પર્ધામાં મરચાં ભરેલાં પાણીના પૂલમાં બેસીને મરચાં ખાવાની ચેલેન્જ ઉપાડવાની છે. આ વખતે સ્પર્ધા માટે પૂલમાં નાખવામાં આવેલાં મરચાંની તીખાશ ધણી ઓછી રાખવામાં આવીછે જેથી ત્વચા પર ઓછું ઇરિટેશન થાય અને વધુ લોકો આ સ્પર્ધામાં ભાગ લેવા પ્રેરાય. જો કે ખાવામા઼ જે મરચાં અપાયાં છે એની તીખાશમાં કોઇ કચાશ નથી. તાજેતરમાં ટેન્ગ શુઆઇહુઇ નામના ભાઇએ ૬૮ સેકન્ડમાં ૫૦ તીખાં મરચા ઝાપટી જઇને નવો રેકોર્ડ બનાવ્યો છે. મરચાં ખાવાની સ્પર્ધામાં રેકોર્ડ બનાવનાર યુવકને ૨૪ કેરેટ ગોલ્ડનો ૩ ગ્રામનો સિક્કો મળ્યો છે.

જે લોકો મરચાં ખાવાની હિંમત ન કરી શકે એમ હોય તેઓ મરચાં ભરેલાં ટબમાં બેસવાનો પ્રયોગ પણ કરી શકે છે. લાલચટક મરચાં ભરી રાખેલા પાણીના ટબમાં તમે કેટલો લાંબો સમય બેસી શકો છો એ ચેલેન્જ પણ અહીં ઉપાડી શકાય એમ છે.

(11:37 am IST)