Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

દીકરાને ખોળામાં લઇને મમ્મીએ લપસણી ખાધી એમાં દીકરાનો પગ બટકાઇ ગયો

લંડન તા.૧૦: લગભગ દરેક એન્ટરટેઇન્મેન્ટ-પાર્કમાં ચોખ્ખી સૂચના અપાઇ હોય છે કે કોઇએ નાનાં બાળકોને ખોળામાં સાથે લઇને રાઇડમાં ન જવું ઇંગ્લેન્ડના કલીથોર્પસ ટાઉનમાં રહેતી ૨૬ વર્ષની શોના કલીટ્લે એ છતાં મૂર્ખામી કરી. જોકે એ પછી બહેને જાતે જ પોતાની મૂર્ખામીને સોશ્યલ મીડિયા પર શેર કરી છે અને લોકોને સલાહ આપી છે કે મેં જેવું કર્યુ એવું તમે ન કરતાં.

વાત એમ છે કે બહેન રજાઓ  માણવા માટે લિન્કનશરના એક થીમ-પાર્કમાં ફરવા ગયેલાં. તેનો દોઢ વર્ષનો દિકરો જયોર્જ નાનો હોવાથી કોઇ રાઇડમાં બેસી શકે અમે નહોતો એટલે તેણે દીકરાને લઇને સાવ સાદી દેખાતી લપસણી પરથી લપસવાનું નક્કી કર્યુ. રાઇડની શરૂઆત થાય છે ત્યારે જયોર્જના ચહેરા પર એકસાઇટમેન્ટ અને સ્મિત દેખાય છે શોના દિકરાને પોતાના બે પગની વચ્ચે સેફ રાખવાની કોશિશ કરે છે. જોકે લગભગ અડધી નિસરણી પાર કર્યા પછી અચાનક જ જયોર્જનો પગ વળી જાય છે. વળેલા પગે તે લસરતો રહે છે અને એ પગ પર તેની મમ્મીનું વજન આવી જાય છે એને કારણે જોરદાર કડાકો સંભળાય છે. યસ, દીકરાનો પગ ભાંગી ગયાનો એ અવાજ છે. તરત જ દીકરાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડીને પગનું હાડકું સાંધવા રોડ બેસાડવામાં આવે છે. બીજા લોકો પોતાની જેવી મૂર્ખામી ન કરે અ માટે શોનાએ ખુદ પોતાની વાત સોશ્યલ મીડિયા પર શેર કરી છે.

(12:03 pm IST)