Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

કારના વાઇબ્રેશનથી કેટલાક લોકોને સારી ઊંઘ આવી જાય

લંડન તા.૧૦: ઘણા લોકો કાર કે ટ્રેનમાં બેસે એની સાથે જ તેમને ઊંઘ આવી જાય છે અને તેઓ આખી સફરમાં ઘસઘસાટ ઊંઘતા હોય છે. જોકે ઘણા  લોકોને આવી મુસાફરી વખતે ઊંઘ પણ આવતી નથી. આ વિષય પર હવે ઓસ્ટ્રેલિયાની મેલબર્ન યુનિવર્સિટીમાં થયેલા સ્ટડીમાં જાણવા મળ્યું છે કે કારના વાઇબ્રેશનના કારણે લોકોને ઊંઘ આવે છે અને આવી ઊંઘ જયારે ડ્રાઇવરને આવે ત્યારેએ જીવલેણ સાબિત થાય છે. ઓસ્ટ્રેલિયામાં થતા ૨૦ ટકા રોડ-એકિસડન્ટમાં ડ્રાઇવરની ઊંઘ જવાબદાર હોય છે. આવા એકિસડન્ટ જીવલેણ સાબિત થાય છે. જ્યારે કોઇ પણ વાહનના એન્જિનમાંથી એક ચોક્કસ પ્રકારનું વાઇબ્રેશન નીકળે છે ત્યારે એનાથી પ્રવાસીના શરીર પર અને પછી મગજ  પર અસર થાય છે. ઘણી વાર લોકોએ પ્રવાસ પહેલાં પૂરતી ઊંઘ લીધી હોય અને તેઓ હેલ્ધી હોય તો પણ વાઇબ્રેશનના કારણે તેમને ઊંઘ આવે છે. જોકે આ સ્ટડીના કારણે હવે કાર-ઉત્પાદક કંપનીઓ એવી સીટો બનાવવા માટે પ્રેરાશે જેમાં કારના એન્જિનના વાઇબ્રેશનની સૌથી ઓછી અસર થાય, ખાસ કરીને ડ્રાઇવરની સીટ સૌથી સારી રીતે ડિઝાઇન કરવામાં આવે.

(11:36 am IST)