Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ઓછા ખર્ચમાં થતાં લગ્ન વધારે ટકે

નવી દિલ્હી તા. ૧૦ :.. આપણા દેશમાં ભપકો કરવાના બદલે સાદાઇથી લગ્ન કરવાની વાત સમાજના મોભીઓ કહેતા હોય છે અને એના કારણે જ સમુહલગ્નોની પ્રથા અમલમાં આવી છે. ભપકા વગર થતાં લગ્નો લાંબા ટકતાં હોય એવું કહેવાય છે. હવે આ વાત અમેરિકામાં થયેલી એક સ્ટડીમાં પણ કહેવામાં આવી છે. ઇકોનોમિકસના બે પ્રોફેસરોએ અમેરિકામાં ખૂબ જ ભપકો કરીને થયેલાં ૩૦૦૦ લગ્નો પર સ્ટડી કર્યો હતો અને એમાં જોવા મળ્યું હતું કે ઘણા કેસમાં ડિવોર્સ થયા હતાં. જયારે એન્ગેજમેન્ટ માટેની વીંટી ર૦૦૦ ડોલર (આશરે ૧.૩૭ લાખ રૂપિયા)થી વધારે મોંઘી હોય અને મેરેજ-ફંકશન માટે ર૦,૦૦૦ ડોલર (આશરે ૧૩.૭ લાખ રૂપિયા) થી વધારે ખર્ચ થયો હોય ત્યારે ડિવોર્સના ચાન્સ વધારે રહે છે.

(11:35 am IST)