Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

આ ઇલેકિટ્રક કારનું માળખું શુગરમાંથી બન્યું છે

લંડન તા.૧૦: નેધરલેન્ડ્સની એક ટેકનોલોજી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ નોઆહ નામની ઇલેકિટ્રક કાર બનાવી છે. એની ખાસીયત એ છે કે એનું આખુ ફ્રેમવર્ક શણના રેસા અને શુગરમાંથી બન્યું છે. આ કાર અનેક રીતે અનોખી છે. માત્ર ૩૫૦ કિલોનું વજન હોવાને કારણે એ વિશ્વની સોૈથી હલકીફૂલકી કાર છે. એ ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે અને એક વારના રીચાર્જમાં ૨૪૦ કિલોમીટરની એવરેજ આપે છે. જો સ્પીડ એકધારી રાખવામાં આવે તો એની ઓફિશ્યન્સી ૧૦૦ ટકા સુધીની હોવાનો દાવો સંશોધકોએ કર્યો છે. શુગર અને શણના રેસમાંથી બનેલી આ કાર તમારી કાર-રાઇડને ખરા અર્થમાં હરિયાળી બનાવે છે.

(11:34 am IST)