Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

મોડેલે બાળક સાથે ઢીંગલીને પણ કરાવ્યું સ્તાનપાનઃ સોશ્યલ મીડીયામાં હંગામો

બે બાળકોની માતા અને મોડેલ-અભિનેત્રી ક્રીસી ટીગને બાળકીની ઢીંગલીને પણ સ્તનપાન કરાવતા ઈન્સ્ટાગ્રામ પર ૩ લાખ લોકોએ લાઈક કરીઃ ટ્વીટર પર ૧૮૦૦૦ વખત લાઈક કરવામાં આવી

નવી દિલ્હી, તા. ૧૦ :. અમેરિકી મોડલ અને અભિનેત્રી ક્રીસી ટીગને સ્તનપાન કરાવતી એક તસ્વીર સોશ્યલ મીડીયા પર મુકી હતી જેના કારણે તેને ટીકાઓનો સામનો કરવો પડયો હતો.

ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલી પોતાની તસ્વીરમાં ક્રીસી પોતાના પુત્ર અને પુત્રી લુનાની ઢીંગલીને સ્તનપાન કરાવી રહી છે. બે બાળકોની માતા ક્રીસીએ આ તસ્વીરની સાથે લખ્યુ છે કે, લુના ઈચ્છે છે કે હું તેની ઢીંગલીને દૂધ પીવડાવુ તો મને લાગે છે કે મારા હવે જોડીયા બાળકો છે.

એક જ દિવસમાં તેની આ પોસ્ટને ઈન્સ્ટ્રાગ્રામ પર ત્રણ લાખ લોકોએ લાઈક કરી અને ટવીટર પર ૧૮૦૦૦ વખત તેને લાઈક કરવામા આવી હતી. જો કે દરેકે તેને સકારાત્મક રૂપ નથી આપ્યુ અનેક લોકોએ તેની ટીકા પણ કરી છે. એક વ્યકિતએ લખ્યુ છે કે, તમારે તમારા બાળકો સાથેની પ્રાઈવેટ તસ્વીરો પોસ્ટ કરવી ન જોઈએ. એક ટ્વીટર પર ક્રીસીએ ટીપ્પણી કરી હતી અને બાદમાં તે હટાવી લીધી હતી. તેણીએ લખ્યુ હતુ કે લોકોને મારા સ્તનપાન કરાવવાથી એટલા માટે સમસ્યા છે કે, તેઓને બીજા લોકોને બીજા લોકોથી સમસ્યા છે. તેણીએ કહ્યુ છે કે, બાળકોને સ્તનપાન કરાવવાનો મોટો મુદે બનાવવો જોઈએ નહીં. ક્રીસીએ ગાયક જોન લેજેન્ડ સાથે લગ્ન કર્યા છે. ફેસબુક પર પણ ઘણા લોકોએ ટીપ્પણી કરી હતી. જેમાં અનેકે તેના વખાણ પણ કર્યા હતા. સ્તનપાન લઈને અભિયાન ચલાવનારાઓએ તેણીને વખાણ કર્યા હતા.

આવુ પહેલીવાર નથી કે કોઈ મોડેલ કે અભિનેત્રીએ સ્તનપાનની તસ્વીરો સોશ્યલ મીડીયા પર નાખી હતી. ૨૦૧૬માં અભિનેત્રી લીવ ટેલરે પણ આવી એક તસ્વીર પોસ્ટ કરી હતી.(૨-૨)

(9:59 am IST)