Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ઓઈલી સ્કિનથી છૂટકારો મેળવવા માટે એપ્લાઈ કરો આ ફેશ માસ્ક

જેને ઓઈલી સ્કિન હોય તેને ઉનાળામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કારણ કે ઉનાળામાં ઓઈલ બહુ રિલીઝ થાય છે. ત્યારે સ્કિનની વધારે સંભાળ લેવી જરૂરી છે. ઓઈલી ત્વચાથી છુટકારો મેળવવા માટે તમે ફેશ માસ્કનો ઉપયોગ કરી શકો છો.

બદામ તમારી ત્વચા માટે વરદાનરૂપ બની શકે છે. ચાર-પાંચ બદામને રાત્રે પાણીમાં પલાળી દો. સવારે છાલ ઉતારીને પેસ્ટ બનાવી લો. હવે તેમાં અડધી ચમચી મધ નાખી, ચહેરા પર લગાવો. ૨૦ મિનીટ બાદ પાણીથી ચહેરો સાફ કરી લો.

ત્વચા પરનું ઓઇલ કંટ્રોલ કરવા માટે મુલ્તાની માટી ઉપયોગી થઇ શકે છે. તેના માટે એક મોટી ચમચી મુલ્તાની માટી અને ૧ નાની ચમચી ગુલાબજળ મિકસ કરો અને થોડીવાર રાખો. ત્યાર બાદ પેસ્ટને ચહેરા પર લગાવો અને ૧૫-૨૦ મિનીટ સુધી રાખો. જ્યારે ચહેરો સૂકાઇ જાય તો પાણીથી ચહેરો સાફ કરી લો.

ઈંડાના સફેદ ભાગ અને ૧ મોટી ચમચી મધ મિકસ કરો. હવે તેને બ્રશની મદદથી ચહેરા પર લગાવો. ૧૦ મિનીટ પછી ચહેરાને પાણીથી ધોઈ લો. તેનાથી સ્કિનમાં ટાઈટનેસ આવશે અને ઓઈલ કંટ્રોલ થશે.

ઓઈલી સ્કિન માટે પેક બનાવવા માટે ફુદીનાના પાંદડાની પેસ્ટ, પપૈયાનો ગર, ચણાનો લોટ અને લીંબુનો રસ વ્યવસ્થિત મિકસ કરો. ચહેરા પર લગાવો અને ૧૫ મિનીટ બાદ પાણીથી સાફ કરી લો.

(9:56 am IST)