Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

સમય સાથે બદલાઈ સલવાર-કુર્તાની સ્ટાઈલ

જાણો સલવાર કુર્તાનો ઈતિહાસ : મોગલ શાસન કાળથી થઈ શરૂઆત : ત્યારે મહિલા અને પુરૂષ બંને પહેરતા હતા સલવાર-કમીઝ

જ્યારે ભારતની પહરેલી મહિલા પ્રોફેશનલ પહેલવાન કવિતા દલાલ ઉર્ફ કવિતા દેવી રિંગમાં ઉતરી, તો ત્યારે તેને શું પહેર્યું હતું એ જાણો છો? કવિતાએ કેસરી રંગનું સલવાર કમીઝ પહેર્યું હતુ અને દુપટ્ટો કમર પર બાંધીને રીંગ પર ઉતરી હતી.

સલવાર કમીઝ પહેરવાના તેના આ આઈડીયાએ તેના ભારતીય હોવા પર દેશવાસીઓને ગર્વ કરાવ્યો હતો. આ તો વાત હતી પહેલવાનના સલવાર-કમીઝ પહેરવાની. ભારતીય મહિલાઓમાં સલવાર-કમીઝ પ્રાચીન કાળથી લોકપ્રિય છે. જો કે તેને પહેરવાની શરૂઆત મધ્ય-પૂર્વ એશિયાથી થઈ.

પાકિસ્તાની મહિલાઓ માટે આ રાષ્ટ્રીય પરિધાન છે અને ભારતમાં એક મોગલ શાસનકાળથી પહેરવામાં આવે છે. એ વખતે તેને મહિલા અને પુરૂષ બંને પહેરતા હતા. કવિતા દેવીએ પણ પોતાનું હુનર બતાવવા માટે આ પહેરવેશને પસંદ કર્યો. સમયની સાથે આ પહેરવેશમાં કેટલાય પ્રકારના બદલાવ આવતા રહ્યા.

ડિઝાઈનર મોનિકા શાહનું કહેવુ છે કે, તેને સલવાર-કમીઝ સાથે કરવામાં આવતા પ્રયોગ ખૂબ જ પસંદ છે. મોનિકાએ જણાવ્યું કે, આજકાલ ડિઝાઇનર સલવાર-કમીઝમાં સમય સાથે નવા-નવા ફેરફાર કરે છે, જે સુંદર હોય છે અને તેની સાથે કમ્ફર્ટ લેવલનું પણ ધ્યાન રાખવામાં આવે છે. આજકાલ સલવાર સિવાય મહિલાઓ પ્લાઝો, ધોતી, પેન્ટ, સિગરેટ પેન્ટ અને સ્કર્ટ પણ પહેરે છે. જ્યારે કુર્તા અથવા કમીઝની જગ્યા કેપ સ્ટાઈલ ટોપ, જેકેટ્સ અને લોન્ગ કુર્તાએ લઈ લીધી છે.

ઉનાળા માટે પરફેકટ આઉટફીટ

સલવાર-કમીઝને ગરમીઓ માટે પરફેકટ આઉટફીટ ગણવામાં આવે છે. સમય સાથે તેના ફીટીંગમાં પણ પરીવર્તન આવ્યું છે. ૭૦ના દશકામાં ટાઈટ ફીટ શુટનું ચલણ હતું. ત્યારબાદ લોન્ગ કુર્તા અને જેની સ્ટાઈલ સલવારની ફે઼શન આવી. ત્યારબાદ ૮૦ના દશકામાં ચુડીદાર, પટીયાલા અને ધોતીનું ચલણ આવ્યું. આ દશકાની શરૂઆતના સમયમાં અનારકલી શુટ પણ નીકળા હતા, જે બોલીવુડ ફીલ્મોમાં ખૂબ જ જોવા મળ્યા હતા. છેલ્લા ૩-૪ વર્ષમાં સલવાર-કુર્તામાં વધારે ફેરફાર જોવા મળ્યા છે.

જોકે શૂટની સરખામણી જ્યારે સાડી સાથે કરવામાં આવે તો આ પહેરવેશ હારી જાય છે. ખાસ કરીને  સોશ્યલ મિડીયાના જમાનામાં, જ્યાં ૬ મીટરની સાડીને પહેરવાની રીત પણ શીખી શકો છો. સાડીને પારંપારીક પરિધાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ, સલવાર-કુર્તામાં મળતા આરામની કોઈ હરીફાઈ નથી. આમ જોઈએ તો ભારતીય પહેરવેશમાં બંનેનું પોતાનું એક અલગ-અલગ સ્થાન છે.

(9:56 am IST)