Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

આ દેશની નેવીમાં ફરજ બજાવતા 400 જેટલા ક્રુ મેમ્બરની હાલત છે દયનિય

નવી દિલ્હી: અમેરિકા એટલે દુનિયાની આર્થિક મહાસત્તા અને સૈન્યશકિતમાં સુપર પાવર ગણાતો દેશ. આર્મી અને એરફોર્સની માફક યુએસની આધુનિક નેવીથી પણ દુનિયાના અનેક દેશો થરથર કાંપે છે પરંતુ સીએનએનના એક અહેવાલમાં જયોર્જ વોશિંગ્ટન નામના એકક્રાફટ કરિયરમાં ફરજ બજાવતા 400 જેટલા ક્રુ મેમ્બરની દયનિય હાલતે અમેરિકાની આબરુને બટ્ટો લગાડયો છે, જહાજમાં ખોરાક, વીજળી પાણી અને રહેવાની નકાર્ગાર જેવી સ્થિતિથી કંટાળીને એક વર્ષમાં 7 જેટલા ક્રુ મેમ્બરના મોત થયા છે. જેમાંથી ઓછામાં ઓછા 4 જણાએ તો આત્મહત્યા કરીને જહાજમાં જીવન ટુંકાવ્યું છે. આ કોઇ સામાન્ય જહાજ નથી પરમાણુ સંચાલિત એરક્રાફટ કેરિયર 2017થી તેની ઓવર ઓલ મરામત અને રિફયૂઅલિંગમાંથી પસાર થઇ રહયું છે. આ પ્રક્રિયા ચાર વર્ષ સુધી ચાલવાની હતી પરંતુ તેમા વિલંબ થતા અવધી લંબાવીને  માર્ચ 2023 કરવામાં આવી હતી. એક માહિતી મુજબ આ વિમાન કરિયર જહાજમાં વિપરિત સંજોગો અને સગવડના અભાવે અનેક કર્મચારીઓ આત્મહત્યા કરી ચૂકયા છે એટલું જ નહી 200થી વધુ ખલાસીઓ એરક્રાફટ કેરિયર છોડીને જતા રહયા છે. ગત એપ્રિલમાં એક જ સપ્તાહમાં ત્રણ ખલાસીઓએ આત્મહત્યા કરી લેતા હાહાકાર મચી ગયો હતો. અમેરિકાના પ્રતિષ્ઠિત સીએનએન મીડિયાના જણાવ્યા અનુસાર જહાજ પર રહેવાની અત્યંત દયનિય હાલત અને ખોરાકની ગુણવત્તા અત્યંત ખરાબ હતી.

 

(5:27 pm IST)