Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

આ તો સારું કહેવાય......આ દેશમાં ચાર બાળકો ધરાવતી મહિલાઓને મળે છે ઈન્કમટેક્ષમાંથી આજીવન મુક્તિ

નવી દિલ્હી: યૂરોપના કેટલાક દેશોમાં મૂળ સ્થાનિકોની વસ્તી ઘટતી જાય છે અને બહારનો વસવાટ વધતો જાય છે. વિવિધ પ્રકારની સર્વિસ અને કામગીરી માટે દેશમાં માણસો મળતા ન હોવાથી વિદેશીઓને આમંત્રણ આપવુંએ કેટલાક યૂરોપિયન દેશોની મજબૂરી પણ છે. જો કે દેશના સ્થાનિકો બહારથી આવતા લોકો સાથે ભળતા ન હોવાની સમસ્યા પણ જોવા મળે છે. ખાસ કરીને દક્ષિણપંથી રાજકિય પક્ષો અને સમર્થકો નારાજ રહેતા હોય છે.આવી જ સમસ્યાથી પીડાતા હંગેરીએ દેશમાં વસ્તી વધારવા માટે એક નૂસખો અજમાવ્યો છે. હંગેરીના વડાપ્રધાન વિકટર ઓર્બાને ચાર કે ચારથી વધુ બાળકો ધરાવતી મહિલાને ઇન્કમટેક્ષ ભરવામાંથી વર્ષ 2019થી મુકિત આપવામાં આવી છે. હંગેરીની મહિલાઓની પ્રજનનક્ષમતા વધે તે માટે આર્થિક પ્રોત્સાહન આપવાની નીતિ પણ અપનાવી છે. ૪૦ વર્ષ સુધીમાં પ્રથમ વાર લગ્ન કરનારી મહિલાને ૧ કરોડ ફોરિન્ટ (૨૫ લાખ રુપિયા) લોન આપવામાં આવે છે. લગ્ન પછી જો બાળક પેદા થાય તો આ લોન ત્રણ વર્ષ સુધી ભરવા પર મુકિત આપવામાં આવે છે. બીજુ બાળક પેદા થાય ત્યારે લોનની એક તૃતિયાંશ રકમ અને ત્રીજુ બાળક થાય ત્યાર સંપૂર્ણ લોન માફ પણ થાય છે. યુવાધનને લગ્ન માટે પ્રોત્સાહન આપવા મકાન લોન માટેના સ્લેબમાં પણ ખાસ સુધારણા કરવામાં આવી રહયા છે. ભવિષ્યમાં બેંક લોન લેવાની થાય ત્યારે તેની ગણતરીમાં બાળકોની સંખ્યાને પણ ધ્યાનમાં લેવામાં આવે છે.

 

(5:29 pm IST)