Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

સૌથી મોટું મોઢું ખોલી શકતી મહિલા એક સાથે બધી ફ્રેન્ચ ફ્રાઇઝ ઝાપટી ગઈ

ન્યુયોર્ક, તા.૧૦: અમેરિકાના કનેકિટકટમાં રહેતી સામંથા રેમ્સડેલ નામની છોકરીનો વિડિયો ટિક ટોક અને યુટ્યુબ બન્નેમાં લોકપ્રિય થયો છે. એક નેટિઝને સામંથાને તાજેતરમાં પૂછ્યું કે 'તું એક કોળિયામાં કેટલા ફ્રેન્ચ ફ્રાઇઝ (પટેટો ચિપ્સ) ખાઈ શકે? એના જવાબમાં સામંથાએ ૨૨ એપ્રિલે વિડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેણે મેકડોનલ્ડ્સના ફ્રેન્ચ ફ્રાઇઝના પેકમાં આવતી બધી ચિપ્સ એકસાથે મોઢામાં પધરાવી દીધી હતી. ૧૦ લાખથી વધારે વ્યુઝ ધરાવતો આ વિડિયો અન્ય અનેક સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ પર શેર કરવામાં આવ્યો છે.

(3:10 pm IST)