Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

હંમેશા યુવા અને તરોતાજા રાખતી દવા બજારમાં રહેશે

૧૦ વર્ષમાં જ ક્રાંતિકારી દવા બજારમાં : વધીત વયને રોકવામાં દવા ખુબ ઉપયોગી રહેશે : મધ્યમ વયથી રોજ માત્ર એક જ ગોળી લેવાથી મોટો લાભ થશે

લંડન, તા.૧૦  : ફિટનેસ અને ખુબસુરતીને જાળવી રાખવા માટે તથા વ્યક્તિ હંમેશા યુવાન રહે તે દિશામાં ઘણી બધી કંપનિઓ જુદાજુદા પ્રકારની દવા બનાવવામાં સક્રિય રહી છે. બજારમાં આજની તારીખમાં પણ ઘણી એવી દવાઓ ઉપલબ્ધ છે જે ખુબસુરતી અને ફિટનેસને ટકાવી રાખવામાં ઉપયોગી બની શકે છે. આવી દવાઓના વેચાણમાં પણ હાલના વર્ષોમાં ઉલ્લેખનિય વધારો થયો છે. વયને અટકાવવામાં અને હંમેશા તરોતાજા રાખવામાં ઉપયોગી બની શકે તેવી દવા આગામી દસ વર્ષમાં બજારમાં ઉપલબ્ધ બને તેવી શક્યતા છે. આ દવાને લઇને અગ્રણી વૈજ્ઞાનિકો ખૂબજ આશાવાદી છે. પ્રોફેસર લિન્ડા પ્રેટ્રિજે જણાયુ છે કે વિજ્ઞાન અતિ ઝડપથી આગળ વધી રહ્યું છે. ઘણી બધી તકલીફને દુર કરી શકે તેવી દવાઓ વિક્સિત કરવામાં આવી રહી છે. યુનિવર્સિટી કોલેજ લંડનમાં એજિંગના જિનેટિક્સ (વય જનિન)માં નિષ્ણાંત પ્રોફેસરે કહ્યુ છે કે, વૈજ્ઞાનિકો પ્રથમ તબક્કામાં સફળ રીતે આગળ વધી ચુક્યા છે. બ્રિટનના જાણીતા અખબાર ડેઇલી મેલે નિષ્ણાંતોને ટાંકીને કહ્યું છે કે મધ્યમ વયથી દરરોજ એક ગોળી લેવાથી શરીરની માંદગીમાંથી મુક્તિ મળશે. સાથે સાથે વય વધવાની પ્રક્રિયામાં બ્રેક મુકાશે. હાર્ટ સાથે સંબંધિત રોગ અને અન્ય કેટલાક રોગને રોકવામાં પણ આ દવા ઉપયોગી સાબિત થશે તેવો દાવો તબીબો દ્વારા કરવામાં આવી રહ્યો છે. જો કે તબીબો પોતે પણ તારણોને લઇને એકદમ નિશ્ચિત દેખાઇ રહ્યા નથી. કેટલાક સંશોધનમાં એવું પણ સુચવવામાં આવ્યું છે કે સ્કિન અને હેયર પર જવાની જેવાજ રહેશે. એક કાર્યક્રમમાં પ્રેટ્રિજે કહ્યું હતુ કે જો દસ વર્ષની અંદર આ બાબત શક્ય બનશે તો લોકોને ખુબ ફાયદો થશે આ દવાની સાઇડઇફેક્ટ પણ ખુબ ઓછી છે. અન્ય ૫ થી ૧૦ વર્ષ સુધી શરીરને સ્વસ્થ રાખવામાં આ દવા ઉપયોગી રહેશે. આ શોધને અસામાન્ય તરીકે ગણવામાં આવી રહી છે. પરંતુ સમગ્ર વિશ્વમાં વૈજ્ઞાનિક અભ્યાસને હજુ આગળ વધારવામાં આવે તે જરૂરી છે.

(3:45 pm IST)