Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

જેટબ્લુ એરલાઇને આપી એક વર્ષ માટે ફ્રી ફલાંઇગની ઓફર, જોકે એ માટે ઇન્સ્ટાગ્રામ પોસ્ટસ સાફ કરવી પડશે

ન્યુયોર્ક, તા.૧૦: પબ્લિસિટી અને માર્કેટીંગ માટે અમેરિકન એરલાઇન જેટબ્લુએ એક ગતકડું કાઢયું છે. ઓલ યુ કેન જેટ નામે એક કોન્ટેસ્ટ લોન્ચ કરવામાં આવી છે. આ કોન્ટેસ્ટમાં જીતનારને એક વર્ષ માટે જયાં જવું હોય ત્યાં ફ્રી ફલાઇટ આપવાની ઓફર કરવામાં આવી છે. જોકે વાતમાં કેચ એ છે  કે આ માટે સ્પર્ધકે પોતાનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને સફાચાટ કરી દેવું પડશે. મતલબ કે અત્યાર સુધીમાં જેટલા પણ ફોટોગ્રાફસ કે પોસ્ટ્રસ મૂકયાં હોય એ તમામ પર ડિલીટ બટન ફેરવવું પડશે. ત્યારબાદ એકદમ સાફ અકાઉન્ટમાં ALLYOUCA NJETSWEEPSTAKES' એમ લખીને જેટમ્લુ દ્વારા આપવામાં આવેલી તસ્વીરો પોસ્ટ કરવાની છે. ખાલી જગ્યામાં તમારી ક્રીએટિવિટી વાપરીને તમારે કંઇક લખવાનું છે. આ લખાણમાં જેટબ્લુની વાત આવવી મસ્ટ છે. તમે શું લખો છો એના આધારે વિનર નક્કી કરવામાં આવશે. જે જીતશે એ એક જ વ્યકિતને આખા વર્ષની ફ્રી ફલાઇટસ મળશે. એરલાઇન્સનું કહેવું છે કે જો તમે જીતશો તો તમારંુ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ નવી, ફ્રેશ અને દુનિયાભરની સુંદર તસ્વીરોથી ભરાઇ શકે એમ છે.

(2:44 pm IST)