Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

બહેનની છેડતી કરતાં ભાઈએ વિરોધ દર્શાવતા બદમાશોએ પેશાબ પીવડાવ્યો

બદાયુઃ બદાયુ જિલ્લામાં આવરા શખ્સોએ બહેનની છેડતી કરતાં તેનો તેના ભાઈએ વિરોધ કરતાં આ શખ્સોએ તેને પેશાબ પીવડાવ્યો હતો. ઘટના બાદ ભારે ઉહાપોહ મચી જતાં છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિક્ષક અશોક યાદવે કહ્યું કે બિનાવર ક્ષેત્રમાં રહેતા સર્વેશ ગુપ્તાની દિકરીના લગ્ન હોય બરેલીના દેવચરા નિવાસી તેમના સગા રવિ ગુપ્તા પણ તેમની બહેન સાથે લગ્નમાં પહોંચ્યા હતા. દરમિયાન વિમલ સાથે છેડછાડ કરતાં રવિ અને વિમલ વચ્ચે મારપીટ થઈ હતી. લગ્ન સમયે મામલો ઠંડો પડી ગયો હતો. ત્યારબાદ વિમલ અને તેના સાથી મિત્રો રવિને જબરદસ્તીથી ગાડીમાં બેસાડી પગ પકડાવ્યા હતા અને ગામના ચોકમાં લઈ ગયા હતા અને જાહેરમાં પેશાબ પીવડાવ્યો હતો.

(3:51 pm IST)