Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ગરમીમાં પીવો લસ્સી અને બચો કેટલીય બીમારીથી

ઉનાળામાં કંઈને કંઈ ઠંડુ પીવાનું મન થાય છે. જેના કારણે તમે કોલ્ડ ડ્રિંકસ, ફલેવર્ડ ડ્રિંકસ, વગેરે પીવો છો. જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ ડ્રિંકસના બદલે લસ્સી પીવી વધારે ફાયદાકારક છે. લસ્સીમાં કેટલાય પ્રકારના પોષક તત્વ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

લસ્સીમાં લેકિટક એસિડ હોય છે. જે તમારા શરીરની રોગપ્રતિકારક શકિતને મજબુત બનાવવાનું કામ કરે છે. લસ્સીમાં કેલરીની માત્રા ખૂબ જ ઓછી હોય છે. જેના કારણે તમારા શરીરમાં ફેટ જમા થતુ નથી અને વજન વધતુ નથી.

લસ્સીનું સેવન કરવાથી પેટમાં બળતરા અથવા એસીડીટીની સમસ્યા થતી નથી.  લસ્સી પીવાથી પેટની અન્ય બીમારીઓ પણ દૂર થઈ જાય છે. લસ્સી પીવાથી સ્કિનમાં નિખાર આવે છે અને અકાળે વાળ સફેદ થતા નથી.

(10:02 am IST)