Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

નેલપોલીસ લગાવવાની સાચી રીત

બધી છોકરીઓ પોતાના હાથોને સુંદર બનાવવા માટે નખ ઉપર નેલ પોલીશ કરે છે. નેલ પોલીશ લગાવવાથી તમારા હાથ ખૂબ જ સુંદર લાગે છે. પરંતુ, નેલ પોલીશ લગાવ્યા બાદ તમે જેવા તમારા હાથ પાણીમાં નાખો છો કે તરત જ તે નીકળવા લાગે છે. નેલ પોલીશ અડધી નીકડી જાય પછી હાથ બહુ ખરાબ લાગે છે. શું તમે ઈચ્છો છો કે તમારા હાથ પર લાગેલ નેલ પોલીશ વધારે દિવસો સુધી રહે?

૧. તમારા નખને સારી રીતે સાફ કરીને નેલ પોલીશ લગાવો. જો તમે જૂની નેલ પોલીશ ઉપર બીજી નેલ પોલીશ લગાવો છો તો તેનાથી તમારા નખ ઉપર એક મોટી પરત બની જાય છે. જે વધુ સમય સુધી ટકતી નથી.

૨. નેલ પોલીશ લગાવ્યા પહેલા નેલ પેન્ટની બોટલને સારી રીતે હલાવો. એવુ કરવાથી નેલ પોલીસ વ્યવસ્થિત મિકસ થઈ જશે અને નખ પર એક સરખી લાગશે.

૩. રંગીન નેલ પોલીશ કરતા પહેલા નખ ઉપર બેઝ કોટ લગાવો. બેસ કલર ટ્રાન્સપરન્ટ હોય છે. તેને લગાવવાથી નેલ પોલીશ વધુ સમય સુધી ટકી રહે છે.

૪. નેલ પોલીશને હંમેશા ૨-૩ કોટમાં લગાવો. એવુ કરવાથી તમારી નેલ પોલીશ લાંબા સય સુધી તમારા નખ ઉપર ટકી રહેશે. એ વાતનું ધ્યાન રાખવું કે નેલ પોલીશ સૂકાયા બાદ જ તેના પર બીજો કોટ કરવો.

(10:02 am IST)