Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

તમને પણ દિવસે આળસ આવે છે?

તમે રાત્રે પૂરતી ઉંઘ લ્યો છો છતા પણ કેટલાય લોકોને દિવસમાં ઓફિસમાં કામ કરતી વખતે અથવા કોઈ અન્ય કામ કરતી વખતે આળસ આવે છે. વધારે પડતુ ઉનાળામાં આવુ થાય છે. જ્યારે આપણે કામ કરતા હોય ત્યારે ઉંઘ આવવા લાગે છે. એવામાં આપણો દિવસ આળસ અને ઉંઘનો શિકારી થઈ જાય છે. દિવસે આવતી ઉંઘને રોકી શકાય છે.

સૂતી વખતે નક્કિ કરો

દરેક માણસને સ્વસ્થ રહેવા માટે પૂરી ઉંઘ કરવી જરૂરી છે. તેથી હંમેશા  એક ચોક્કસ સમયમાં જ સૂવો. એક સ્વસ્થ માણસે સૂવા માટે ૭-૯ કલાકનો સમય જરૂર કાઢવો જોઈએ. સવારે તડકામાં મોર્નિંગ વોક કરવુ એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી સવારે ૧૫ મિનિટ તડકામાં ચાલો. તેનાથી તમે દિવસભર ઉર્જાવાન રહેશો અને ઉંઘ નહીં આવે.

ચહેરો ધોવો અને નાસ્તો કરો

 દિવસભર ઉર્જાવાન બની રહેવા માટે સવારે નાસ્તો કરવો જરૂરી છે. ધ્યાન રાખો કે નાસ્તામાં ફેટ ઓછુ અને પ્રોટીન વધારે હોય. નાસ્તામાં ઓટમીલ, અંડા, દહીં, બ્રાઉન બ્રેડ, તાજા ફળ અને સૂકા મેવાને તમારા નાસ્તાના મેનૂમાં સમાવિષ્ટ કરો. જ્યારે પણ ઉંઘ આવે ત્યારે ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. ઉપરાંત સવારે ઠંડા પાણીથી ન્હાવાથી આખો દિવસ ઉંઘ નથી આવતી. દિવસની શરૂઆત ૧ કપ ગ્રીન ટીથી કરો. ઉર્જાનું સ્તર વધશે અને કલાકો સુધી ઉંઘ નહીં આવે.

(10:02 am IST)