Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

કુર્તાથી લઈ લોન્ગ ટોપઃબધા ડ્રેસમાં સ્ટાઈલીશ લુક આપે છે લેગિંશ

લેગિંશ વિશે તો તમે જાણો જ છો, હાલ તેનુ ખૂબ જ ચલણ છે.  કારણ કે તેને પહેરવાથી તમે સ્ટાઈલીશ પણ લાગો છો અને સાથે તે કમ્ફર્ટેબલ પણ હોય છે. દરરોજ લેગિંશમાં અનેક નવી સ્ટાઇલ અને પેટર્ન જોવા મળે છે.

લેગિંશ પહેરતી વખતે આ ધ્યાન રાખજો

. જો તમારૂ વજન થોડુ વધારે છે તો કુર્તા સાથે લેગિંશ ન પહેરો.

. જો તમારૂ કદ નાનુ છે તો લેગિંશ સાથે મેચિંગ ટોપ પહેરો.

. લેગિંશ ખરીદતી વખતે તેના કલરનું ખાસ ધ્યાન રાખવું.

. દરરોજ ટાઈટ લેગિંશ ન પહેરવી. જો તમને રમતનો શોખ છે તો અથવા તો તમે દોડવા જઈ રહ્યા છો તો ઢીલા શર્ટ સાથે લેગિંશ પહેરવી.

લોન્ગ ટોપ અને જેકેટ

લેગિંશ સાથે ટોપ અથવા જેકેટ પહેરતી અખતે આ વાતનું ધ્યાન રાખવું કે તેની લંબાઈ તમારા ગોઠણ સુધીની હોય. શોર્ટ ટોપ સાથે લેગિંશ સારી લાગતી નથી.

સ્કર્ટ અને ડ્રેસ

 જો તમે કંઈક ડિફરેન્ટ ટ્રાઈ કરવા ઈચ્છો છો, તો સ્કર્ટ સાથે પણ લેગિંશ પહેરી શકો છો. જો તમે ઈચ્છો તો શોર્ટ ડ્રેસ સાથે પણ લેગિંશ પહેરી શકો છો, પરંતુ, તેના રંગનું ખાસ ધ્યાન રાખવું. નહીં તો તમે બધાના મજાકનું પાત્ર બની શકો છો.

(10:01 am IST)