Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

અમેરિકાની સુપર માર્કેટમાં 36 હજારનો સમાન ચાટીને બરબાદ કરી દેનાર 53 વર્ષીય મહિલાની પોલીસે ધરપકડ કરી

નવી દિલ્હી: અમેરિકાનું એક સ્ટેટ છે કેલીફોર્નિયા. અહીં તાહો (Tahoe) લેકની પાસે આવેલા એક સુપરમાર્કેટ (Super Market) થી 8 એપ્રિલે એક મહિલાની ધરપકડ કરવામાં આવી. તેની ઉપર આરોપ છે કે તેણે સુપરમાર્કેટના 1800 ડોલર એટલે કે એક લાખ 36 હજાર રૂપિયાના સામાનને ચાટીને બરબાદ કરી દીધો. મહિલા 53 વર્ષની છે અને તેનું નામ જેનિફર વોકર છે. રિપોર્ટસ અનુસાર, જેનિફરે એક-એક કરની સ્ટોરના ઘણા સામાનને ઉઠાવ્યો. તેને ચાટ્યો અને પોતાના બાસ્કેટમાં મુકી દીધો. સુપરમાર્કેટના સ્ટાફે આ બધુ જોયુ તો પોલીસને ખબર કરી દીધી. પોલીસ તરત ત્યાં પહોંચી અને જેનિફરની ધરપકડ કરી લીધી.

(6:51 pm IST)
  • બિહાર પોલીસે ધડાકો કર્યોઃ પાકિસ્‍તાન કદાચ કોરોના વાયરસવાળા માણસોને નેપાળ મારફત ભારતમાં મોકલશેઃ અગાઉના અહેવાલ મુજબ નેપાળની મદ્રેસામાં આવા રપ૦ લોકોને રાખવામાં આવ્‍યા છે જેને મોકો મળ્‍યે ભારત ધકેલી દેવાશે. access_time 6:03 pm IST

  • રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સારવાર લેતા કોરાના પોઝિટીવ મયૂરધ્વજસિંહ ઝાલા અને પ્રિયદર્શનસિંહ જાડેજાનો બીજો રીપોર્ટ પણ નેગેટીવ આવતા આજે સાંજે હોસ્પિટલથી રજા મળશે. access_time 6:43 pm IST

  • મુંબઈના ધારાવીમાં વધુ છ કોરોના પોઝિટિવ : ધારાવીમાં કુલ 28 પોઝિટિવ કેસ નોંધાયા : આજે એક જ દિવસમાં ધરાવી વિસ્તારમાંથી 11 કોરોના વાયરસના કેસ નોંધાયા access_time 11:19 pm IST