Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

બ્રિટનના આ 101વર્ષીય દાદા કોરોનાને માત આપીને થયા સાજા

નવી દિલ્હી: કોરોના વાયરસને મ્હાત આપીને બ્રિટનના 101 વર્ષના એક દાદા કાલે 9 એપ્રિલે હોસ્પિટલમાંથી પોતાના ઘરે પાછા આવ્યા છે. કીથ વૉટ્સન બે સપ્તાહથી કોરોના વાયરસના સંક્રમણ સામે લડી રહ્યા હતા અને છેવટે તેમને આ જંગમાં સફળતા મળી. તમને જણાવી દઈએ કે આંકડાઓ અનુસાર વૃદ્ધ લોકો કોરોના વાયરસની સૌથી વધુ માર સહન કરી રહ્યા છે જેમાંથી એક ચતુર્થાંશથી વધુ લોકો એવા છે જે 80 વર્ષથી વધુ ઉંમરના છે. કીથના પૌત્ર બેંજામિન વૉટસને ફેસબુક પર પોસ્ટ કર્યુ, '101 વર્ષના મારા દાદાએ કોરોના વાયરસને હરાવી દીધો. કેવા અદભૂત સૈનિક છે! NHS પર બધાનો આભાર.'

વોસ્ટરશાયર એનએચએસ ટ્રસ્ટે ટ્વિટર પર આ સારા સમાચાર પોસ્ટ કરતા લખ્યુ, આપણા બધા માટે ખૂબ જ જરૂરી પિક-મી-અપ. તેમને ફ્રંટલાઈન વર્કર્સ સાથે હોસ્પિટલમાં થમ્સઅપ કરતા જોઈ શકાય છે. એક એનએચએસ કાર્યકર્તાએ તેમને ઘરે પહોંચાડ્યા કહ્યુ કે સદીના નાયકની મદદ કરીને તે પોતાને સમ્માનિત અનુભવી રહ્યા છે.

(6:50 pm IST)