Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

પોર્ટુગીઝ પાદરી સવારે ચર્ચમાં ઉપદેશ આપે છે અને સાંજે ડીજે બનીને ભકતોને મોજ કરાવે છે

લંડન તા. ૧૦ :.. કોરોના આઇસોલેશનમાં પાદરી માત્ર ડાહી - ડાહી વાતો જ કરે છે એવું જરૂરી નથી હોતું. તે ભકતોને મનોરંજન પણ આપી શકે છે. એનો દાખલો પોર્ટુગલમાં બન્યો છે. પોર્ટુગલના ઉત્તર પ્રાંતમાં ૪પ વર્ષના પાદરી ગિલેર્મ પિકસોટોને સંગીતનો ખૂબ શોખ છે. તેમને સંગીતનો એવો જબરો શોખ છે કે તેઓ વેટિકનમાં પોપને મળવા ગયા ત્યારે તેમણે ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ ધર્મગુરૂને કહેલું કે મારા હેડફોનને આશીર્વાદ આપો. એ પાદરી પિકસોટોએ તાજેતરમાં કોરોના રોગચાળાને  કારણે સોશ્યલ ડીસ્ટન્સિંગ જાળવવા ઘરમાં પડયા રહેતા લોકોને મનોરંજન માટે ડિસ્ક જોકીની માફક સંગીત પીરસવાનું શરૂ કર્યુ છે. દિવસ દરમ્યાન તેઓ પાદરી બનીને ચર્ચનાં  કામમાં વ્યસ્ત રહે  છે અને લોકોને ઉપદેશ આપે છે, જયારે રોજ રાત પડયે સોશ્યલ નેટવિર્કંગ સાઇટ ફેસબુક પર તેઓ ડિસ્ક જોકી બનીને મ્યુઝિકનું લાઇવ સ્ટ્રીમિંગ કરે છે.

(3:03 pm IST)