Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

વિશ્વમાં સૌથી પહેલાં ઓસ્ટ્રેલિયામાં શરુ થશે ડ્રોન ડિલિવરી

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયા વિશ્વમાં પ્રથમ એવો દેશ બનવા જઈ રહ્યો છે, જ્યાં ખાદ્ય ચીજો અને અન્ય સામાનોની ડિલિવરી ડ્રોન દ્વારા થશે. ત્યાંના વિમાનન નિયામકે સામાનની ડિલિવરી માટે ડ્રોનના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. ઓસ્ટ્રેલિયન એવિએશન રેગ્યુલેટર સિવિલ એવિએશન સેફ્ટી ઓથોરિટીએ કહ્યું કે, અમે વિંગ એવિએશન પ્રાઈવેટ લિમિટેડને ઉત્તરી કેનબેરામાં ડ્રોન ડિલિવરીને મંજૂરી આપી દીધી છે. ડ્રોન કંપની વિંગ ગૂગલની સહયોગી કંપની આલ્ફાબેટ સાથે જોડાયેલી છે. વિંગે કહ્યું કે, તે છેલ્લા 18 મહિનાથી ડ્રોન દ્વારા ડિલિવરીનું પરિક્ષણ કરી રહી છે, અને હવે તે સેવાને યોગ્ય રીતે ચલાવવા સક્ષમ છે.

(5:57 pm IST)