Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

લગ્નમાં અચાનક એકસ-ગર્લફ્રેન્ડ દુલ્હન બનીને આવી પહોંચે તો ?

બીજીંગ તા ૧૦ : આવું જ કાંઇક થયું છે. ચીનમાં એક યુગલ લગ્નમાં વચનોની આપ-લે કરી રહ્યું  હતું એ વખતે ભર સમાંરભે અચાનક તેની એકસ-ગર્લફ્રેન્ડ આવી પહોંચી. આવી તો આવી, પણ તે દુલ્હનના વેશમાં ગાઉન પહેરીને આવી હતી. સ્ટજ   પર ચડીને  તેણે દુલ્હાને મનાવવાનું શરૂ કરી દીધુ  તેણે  દુલ્હાનો હાથ પકડી લીધો અને મનાવવા લાગી, દુલ્હો જબરી કફોડી સ્થિતીમાં મુકાયો, તેણે એકસ-ગર્લફ્રેન્ડથી દુર જવાનો પ્રયત્ન કર્યો, પણ  પેલી દુલ્હાના પગ પકડીને કહેવા લાગી કે ' એ તો મારી ભૂલ હતી એ  બધુ ભુલી જા'' ચાનક સ્ટેજ પર થઇ રહેલા તાયફાને જોઇને દુલ્હાનું માથુ ફરી ગયું. દુલ્હાએ એકસ-ગર્લફ્રેન્ડને સમજાવવાનું ચાલુ કર્યુ, પણ એક તરફ એકસ-ગર્લફ્રેન્ડ તેનો પગ છોડતી નહોતી અને બીજી તરફ તેની અસલી દુલ્હન પગ પછાડતી   સ્ટેજ પરથી જતી રહી. આ ઘટનાનો વિડીયો ચીનની એક સ્થાનીક ટીવી ચેનલે સોૈપ્રથમવાર દેખાડયો અને પછી તો ચીનના ફેસ બુક ગણાતા વેઇબો પ્લેટફોર્મ પર એ જબરદસ્ત વાઇરલ થયો છે. જાતજાતની કમેન્ટ્સ લોકો કરી રહયા છે.  

(3:57 pm IST)