Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

ખાસ ડોગીઝ માટે ડ્રિન્કસ પીરસતો બાર ખૂલ્યો લંડનમાં

લંડન, તા.૧૦: બ્રિટનમાં એપ્રિલ મહિનો અને અમેરિકામાં મે મહિનો નેશનલ પેટ મન્થ તરીકે ઊજવાય છે. પાળેલાં પ્રાણીઓના આ મહિનાને ખાસ બનવવા માટે લંડનમૉ આવેલા સ્મિથ એન્ડ વ્હિસલ બારે મેનુમાં ડોગીઓ માટે પણ ડ્રિન્કસ પીરસવાનું શરૂ કર્યું છે. આ પીણાં ખાસ ડોગીઝ માટે જ છે એટલે એને ડોગટેઇલ નામ આપવામાં આવ્યું છે. એમાં ચાર મુખ્ય પીણાં છે. કેલ, બિઅર અને કોકોનેટ વોટરમાંથી બનેલા હળવા પીણાનું નામ છે પૂચી કોલાડા. બિઅર અને ફ્રેશ મિન્ટનું મિશ્રણ ધરાવતા ડ્રિન્કનું નામ છે હાઉન્ડ્સ હોપ્સ. ફ્રેશ જિન્જર અને ટોનિક દ્રવ્યોનું મિકસ ધરાવતા ડ્રિન્કનું નામ છે જિન્જશ ટેઇલ્સ. બ્લુબેરીઝમાંથી તૈયાર થયેલા રેડ વાઇન જેવા દેખાતા પીણાનું નામ છે બબલી બો બોૅ. એક ડ્રિન્કની કિંમત ૮ ડોલર એટલે કે લગભગ ૫૦૦ રૂપિયા છે.

(4:33 pm IST)