Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

ફેરનેસ ક્રીમ અને લોશનનો વધુ પડતો ઉપયોગ ફંગલ ઇન્ફેકશન કરી શકે છે

નવી દિલ્હી, તા.૧૦: ગોરા દેખાવાની લાયમાં હવે છોકરીઓ જાતજાતની ક્રીમના અને લોશનના થપેડા ચહેરા અને હાથપગ કરવા લાગી છે. જોકે આ ક્રીમને કારણે તમને ત્વચા પર ફંગર ઇન્ફેકશન થવાની સંભાવના વધી જાય છે. જો રિન્ગવર્મ  જેવું ઇન્ફેકશન થયું હોય તો આ ક્રીમમાં વપરાયેલાં  કેમિકલ્સને કારણે એની દવાઓ પણ બેઅસર થવા લાગે એવું બની શકે છે. ઈન્ડિયન અસોસિએશન ઓફ ડર્મેટોલોજિસ્ટ્સ વીનેરોલોજિસ્ટ્સની સંસ્થાએ નોધ્યું છે કે છેલ્લાં કેટલાંક વષોમાં ત્વચા પર ફંગર ઇન્ફેકશન થવાનું પ્રમાણ વધી ગયું છે. ભારતમાં જે હદે ફેરનેસ ક્રીમ્સનો બહોળો વપરાશ થયા છે એને અને ફંગલ ઇન્ફેકશન વચ્ચે સીધો સંબંધ હોવાનું મનાય છે. વિષચક્ર એ છે કે ફંગલ ઇન્ફેકશનની સારવાર માટે સ્ટેરોઇડ્સ ધરાવતા મલમ પણ બહુ છુટથી મળતા હોવાથી એનો પણ વધુપડતો ઉપયોગ થાય છે જેને કારણે ત્ીભા આવા ચેપ સામે  રેઝિસ્ટન્સ પેદા કરે છે. જયારે ત્વચાની સારવાર માટે વપરાતી હોવાથી ત્વચા આવાં રસાગણોથી ટેવાઇ જાય છે અને જયારે ખરેખર ફંગલ ઇન્ફેકશન થાય ત્યારે આ ડ્રગ્સ ધરાવતી દવાઓ બેઅસર થઇ જાય છે. દવાઓનું રેઝિસ્ટન્સ અટકાવવા માટે સ્ટેરોઇડ ધરાવતી ક્રીમ અને ઓઇન્ટમેન્ટ પ્રિસ્ક્રિપ્શન વિના ન મળે એ જોવું જરૂરી છે.

(3:59 pm IST)