Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

નકારાત્મક વિચારો બહુ આવે છે? તો એ જિનેટિક હોઇ શકે છે

ન્યુયોર્ક, તા.૧૦ : સ્પિરિચ્યુઅલ કે પર્સનાલીટી ડેવલપમેન્ટના ગુરુઓ હોય કે કોઇપણ ધર્મ, બધા જ કહે કે હંમેશાં જીવનમાં હકારાત્મક અભિગમ રાખો. એમ છતાં કેટલાક લોકોને દરેક વાતમાં હંમેશાં નકારાત્મક જ દેખાતું હોય છે. સુખી થવા  માટે નકારાત્મકતા છોડવી જોઇએ એવી સમજણ હોવા છતાં વ્યકિત ઘટનાને જોવાનો નજરિયો બદલી નથી શકતી. જો તમારી સાથે પણ આવું થતું હોય તો એ માટે તમારૃ઼ મગજ નહીં, તમારા જનીન જવાબદાર છે. તમને દરેક વાતે શંકા અને નકારાત્મક વિચાર પહેલાં આવે છે? કોઇ પણ કામ માટે પહેલાં જ એ પુરૃ નહીં થાય તો એનો વિચાર તમને ઢીલા કરી દેતો હોય તો એ માટે તમારા જીન્સ જવાબદાર છે. અમેરિકાના યુનિવર્સિટી ઓફ મિશિગનના સંશોધકોનું કહેવું છે કે કેટલાક લોકો ટેબલ પર પડેલા ગ્લાસને અડધો ભરેલો છે એમ જોતા હોય છે તો કેટલાક લોકો અડધો ખાલી છે એમ. જે લોકોને ખાલી અને નકારાત્મક બાબત વધુ દેખાતી હોય છે એ લોકોના ચોકકસ જનીનમાં ખાસ પ્રકારનું ન્યુરોપેપ્ટાઇડ હોય છે. આ પેપ્ટાઇડને કારણે તેઓ પહેલાં નકારાત્મક જ વિચારે છે. આ સંશોધનથી એવું લાગી રહ્યું છે કે વ્યકિતના નકારાત્મક અભિગમને બદલવા માટે માત્ર વૈચારિક લેવલ પર કામ કરવાથી નહીં ચાલે.

(2:55 pm IST)