Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

બ્રિટનમાં છોકરાઓને સ્કર્ટ પહેરવાની છૂટ મળી

લંડન તા.૧૦ : સ્કુલમાં લિંગભેદ દુર કરવા માટે બ્રિટનમાં એક બહુ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. લંડનની એક ફેમસ બોર્ડિગ સ્કૂલમાં છોકરાઓને પણ સ્કર્ટ પહેરવાની મંજુરી મળી ગઇ છે. આ સ્કૂલના હેડટીચરનું કહેવું છે કે જો કોઇ છોકરો સ્કર્ટ પહેરવાની ઇચ્છા જાહેર કરે તો તેને એમ કરવા દેવામાં આવશે.૩૩ લાખ રૃપિયાની વાર્ષિક ફી ધરાવતી આ બોર્ડિગ સ્કુલમાં ૧૯૭૩ નછ સાલમાં પહેલીવાર કોઇ છોકરીને એડમીશન આપવામાં આવ્યુ હતું ત્યારથી અહીં છોકરા-છોકરીઓને સાથે એજયુકેશન આપવામાં આવે છે. આ સ્કૂલુ છોકરા-છોકરી વચ્ચેનો ભેદ દૂર કરવા માટે બભા માટે ણ્યુપિલ શબ્દનો પ્રયોગ શરૃ કર્યો હતો. નિષ્ણાંતોનું કહેવું છેે કે છોકરા-છોકરીમાં જાતિભેદ દુર કરવો હોય તો સ્કૂલમાં બન્ને માટે ન્યુટ્રલ યુનિફોર્મ હોવો જોઇએ.

લંડનની સ્કૂલે આવી છુટ આપી છે, પરંતુ જયાં સુધી છોકરા-છોકરીઓના મનમાં જાતિભેદ રહ્યો હશે ત્યાં સુધી છોકરાઓ સ્કર્ટ પહેરવા તૈયાર થાય એ વાત થોડીક અઘરી લાગી રહી છે.

(2:55 pm IST)