Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

બાળકોને કાનમાં પણ ખામી હોય તો તેમની ભાષા નબળી રહે

ન્‍યુયોર્ક તા.૯ : ભાષા અને સમજણના વિકાસમાં શ્રવણશકિતનો બહુ મોટો ફાળો છે. શ્રવણક્ષમતામાં જ ગરબડ હોય એવા બાળકોને બોલવામાં પણ મુશ્‍કેલી પડે છે. જો કે અમેરિકાની વોશીગ્‍ટન યુનિવર્સિટીના કાન, નાક અને ગળાના નિષ્‍ણાંતોનું તારણ છે કે જો બાળકને એક કાનમાં સાંભળવાની તકલીફ હોય તો એનાથી પણ તેની ભાષા અને બોલવાની ક્ષમતા પર માઠી અસર પડે છે. સાંભળવામાં આશિક તકલીફ હોય ત્‍યારે બાળકોને નાનપણમાં ખબ જ નથી પડતી કે તેમને ખરેખર હિયરીંગની તકલીફ છે. જો બે કાને સાંભળવામાં મુશ્‍કેલી હોય તો નાની ઉંમરે જ એનું નિદાન થઇ જાય છે. પરંતુ એક કાનમાં હિયરીંગનો પ્રોબ્‍લેમ હોય તો બાળકો મોટા ભાગે સ્‍કુલમાં જાય એ પછી જ ખબર પડે છે. તેમની નબળી ભાષા એ એનું પ્રાથમિક લક્ષણ હોઇ શકે છે. આવા બાળકોની ભાષા તેમની જ ઉંમરના અન્‍ય છોકરાઓ-છોકરીઓ કરતા કાચી પાકી જ રહી જાય છે.

(12:10 pm IST)