Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

બ્રેસ્ટ-કેન્સરના દરદીઓમાં મસલ્સનો લોસ થાય તો મૃત્યુનો ભય વધુ

કેલીફોર્નીયા  તા.૯:લેટેસ્ટ સારવાર પધ્ધતિઓને કારણે હવે બ્રેસ્ટ-કેન્સરની સારવાર શકય બની છે અને એમાંથી બહાર આવીનેે મહિલાઓ નોર્મલ લાઇફ જીવી શકે છે. અમેરિકાનની કેલિફોર્નીયા યુતિવરસિટી નાનિષ્ણાંતોનું કહેવુ છે કે દરદીમા ંબ્રેસ્ટ -કેન્સર કયા સ્ટેજનું છે કે કયા કોષોનું છે એના કરતાંય મહત્વનું એ છે કે તેને સાર્કોપેનિયા નામની મસલ્સ ડીજેનરેટિવ સમસ્યા ન થાય. જયારે શરીરના માળખાને સ્પોર્ટ કરતા મસલ્સનું દળ ઓછુે થવા લાગે છે ત્યારે બ્રેસ્ટ-કેન્સરની બધી જ સારવાર પૂરી થવા છતાં  જતું હોય છે.

દરદીના સર્વાઇવોના ચાન્સિસ ઘટી જાય છે. મસલ્સની નબળાઇ અને મસલ્સના જથ્થામાં ઘટાડો થવો એ બ્રેસ્ટ-કેન્સરના દરદીઓ માટે જોખમી છે. જયારે સાર્કોપેનિયા સમસ્યા હોય ત્યારે શરીરમાં ટોટલ બોડી ફેટનું પ્રમાણ વધી જાય છે. માસલ્સનો જથ્થો ઘટવાથી મૃત્યુનું જોખમ કેમ વધે છે એ સબંધ હજી સુધી સંશોધકો સ્થાપી નથી શકયા, પરૅતુ એવું નોંધાયું છે કે જયારે મસલ્સનો જથ્થો ઘટી વાય ત્યારે બ્રેસ્ટ-કેન્સર બીજા કે ત્રીજા સ્ટેજમાં ફેલાઇ જતું હોય છે.

(11:34 am IST)