Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

પાવર બેંકને છાતી પર રાખીને સૂઇ ગઇ, ફરી કયારેય ન ઉઠી શકી

પાવર બેંક તમારો જીવ પણ લઇ શકે છે

અબુજા તા. ૧૦ : આજકાલ પાવર બેંકનો ઉપયોગ વધી ગયો છે. આ નાનકડું ઉપકરણ તમારા ફોનને ચાર્જ કરે છે અને સૌથી મોટી વાતએ છે કે આ ગેજેટ હેન્ડી છે. પરંતુ દુર્ભાગ્યપૂર્ણ બાબતએ છે કે તે જોખમી પણ સાબિત થાય છે. આ પાવર બેંક તમારો જીવ પણ લઈ શકે છે. આવી જ એક ઘટના નાઈજીરિયાઈ યુવતી સાથે બની છે.

નાઈજીરિયાની રહેવાસી એક યુવતી પાવર બેંકને ચાર્જ કરતા તેને છાતી પર રાખીને સૂઈ ગઈ હતી. પાવર બેંક ચાર્જ થયા બાદ તે ઓવરહીટ થઈ ગઈ જેના કારણે યુવતીની સ્કિન બળી ગઈ.  ત્યાર બાદ વિજળીનો ઝટકો લાગ્યો અને તેનું મોત થઈ ગયું. બીજા દિવસે સવારે જયારે તેના માતા-પિતાએ જોયું તો તેનું મોત થઈ ગયું હતું અને તેના શરીર પર પાવર બેંક પડી હતી.

એટલા માટે હંમેશા ઈલેકિટ્રક ડીવાઈસનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે. ઘણી વખત નાનકડી ભૂલ પણ જીવલેણ સાબિત થઈ શકે છે. જો તમે પણ પાવર બેંકનો ઉપયોગ કરો છો તો ખાસ ધ્યાન રાખવું.(૨૧.૩)

(9:43 am IST)