Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

દુનિયાભરના ઇન્ટરનેટ નેટવર્ક માટે રશિયન સબમરીન બની મોટો ખતરો

નવી દિલ્હી  : દુનિયાભરના ઈન્ટરનેટ નેટવર્ક માટે રશિયન સબમરિનો મોટો ખતરો બની રહી છે તેવી ચેતવણી બ્રિટિનના સંરક્ષણદળોના વડા ટોની રાડાકિને આપી છે. ટોની રાડાકિને કહ્યુ છે કે, દરિયામાં બીછાવવામાં આવેલા કેબલથી આખી દુનિયામાં ઈન્ટરનેટ પહોંચે છે અને માહિતીનુ આદાન પ્રદાન થાય છે.રશિયાએ છેલ્લા કેટલાક વર્ષોમાં દરિયામાં સબમરિનની હિલચાલ વધારી દીધી છે.તેમની સબમરિનના કારણે ઈન્ટરનેટના કેબલ નેટવર્કને ખતરો છે. તેમનુ કહેવુ છે કે, દરિયામાં જે ઉંડાઈ પર ઈન્ટરનેટ કેબલ બિછાવવામાં આવ્યા છે તેટલી ઉંડાઈએ રશિયન સબમરિનો ડુબકી મારી રહી છે અને તેની પાસે આ કેબલ તોડવાની કે ખરાબ કરાવની ક્ષમતા પણ છે.જો રશિયા આવુ કરશે તો દુનિયા પર ઈન્ટરનેટનુ સંકટ ઉભુ થશે.જે તમામ દેશોની ઈકોનોમી, કોમ્યુનિકેશન પર અસર પાડી શકે છે. તેમણે આગળ કહ્યુ હતુ કે, છેલ્લા 20 વર્ષથી બ્રિટિશ નેવી રશિયન સબમરિનની તમામ હિલચાલ પર નજર રાખી રહી છે.ડિસેમ્બર 2020માં એક રશિયન સબમરિન બ્રિટનના એક યુધ્ધ જહાજ સાથે ટકરાઈ હતી અને ત્યારે ખબર પડી હતી કે, આ સબમરિન દરિયામાં બીછાવાયેલા ઈન્ટરનેટ કેબલનો નકશો તૈયાર કરી રહી હતી.

(6:17 pm IST)