Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

૨૮ વર્ષના અમેરિકન પુરૂષે બાળકને જન્મ આપ્યો

ન્યુયોર્ક,તા.૧૦: અમેરિકામાં રહેતા એશ પેટ્રિક સ્કેડ નામના ૨૮ વર્ષના એક પુરુષે બાળકને જન્મ આપ્યો છે. વાસ્તવમાં એશ પેટ્રિક જેન્ડર-ચેન્જ માટેની પ્રક્રિયામાંથી બે વર્ષ સુધી પસાર થઈ રહ્યો હતો. તે ટેસ્ટોસ્ટેરોન અને એસ્ટ્રોજન હોર્મોન્સ બ્લોક કરવા માટેની દવા લઈ રહ્યો હતો. તે પ્રેગ્નન્ટ હોવાની ફેબ્રુઆરી ૨૦૨૦માં તેને ખબર પડી હતી. એશ જન્મે મહિલા હતી.

આ મેન્ટલ હેલ્થ વર્કર અને પીએચડી સ્ટુડન્ટને આ વાતની ખબર પડતાં જ શોક લાગ્યો હતો.

જોકે તેણે તરત જ હોર્મોન ટ્રીટમેન્ટ બંધ કરાવી દીધી હતી, જેથી તે તેના સંતાનને જન્મ આપી શકે. તેણે ઓકટોબરમાં દીકરી રોનનને જન્મ આપ્યો હતો.

વાસ્તવમાં એશ પેટ્રિક તેના બાળપણથી જ તેની જેન્ડર ઓળખ બાબતે સ્ટ્રગલ કરી રહ્યો છે, પરંતુ તે તેનો પરિવાર શરૂ કરવા માટે એકસાઇટેડ હતો. એશે કહ્યું કે 'જયારે હું પ્રેગ્નન્ટ બન્યો હતો ત્યારે હું હોર્મોન્સ બ્લોક કરવાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો હતો. એટલા માટે હું પ્રેગ્નન્ટ થઈ શકું એવો મને વિચાર જ નહોતો આવ્યો. આ રેર ઘટના છે.'

(10:20 am IST)