Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

ચીનમાં રહસ્યમયી રીતે ફેલાઈ રહ્યો છે વાયરસ: અત્યારસુધીમાં લેવાયા 59 લોકોના જીવ

નવી દિલ્હી: ચીનમાં રહસ્યમય રીતે ફેલાઈ રહેલ નિમોનિયાના કારણોસર એક નવો વાયરસ ફેલાઈ રહ્યો છે જેના કારણોસર અત્યારસુધીમાં 59 લોકોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. સરકારી સ્થાનિક સમાચાર અજેન્સી દ્વારા આ વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.

 મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ વાયરસ વુહાનમાંથી ડિસેમ્બરમાં મળી આવ્યો છે. તેના પછી ખુબજ ઝડપથી આ વાયરસ ફેલાઈ રહ્યો છે અને અત્યારસુધીમાં 59 લોકો તેના ભોગ બની ગયા છે. આ કારણોસર લોકોમાં ખુબજ ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે.

(6:23 pm IST)