Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

ઓએમજી......મૃત જાહેર થયા પછી દફનાવતી વેળાએ જીવિત થઇ આ મહિલા

નવી દિલ્હી: એવું કહેવામાં આવે છે કે જો મૃત્યુ આવવા પર દરેક જીવનો નાશ થઇ જતો હોય છે મૃત્યુ પર દુનિયાના દરેક ડોક્ટર,વૈદ્ય,હકીમ તેમજ દરેક લોકોમાં ભયનો માહોલ ફેલાઈ જતો હોય છે આવી જ એક ઘટના પાડોશી દેશ પાકિસ્તાનમાં બની છે જેમાં ડોક્ટરોના પણ હોશ ઉડી ગયા છે મહિલાને ડોક્ટરોએ મૃત જાહેર કરી દીધા પછી દફનાવતી વેળાએ આ મહિલા જીવિત થઇ હતી.

મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કરાચીના અબ્બાસી શહીદ હોસ્પિટલમાં 50 વર્ષીય રાશીદા નામની મહિલાને હોસ્પિટલમાં મૃત જાહેર કરી દેવામાં આવી હતી પરંતુ જયારે તેમના પરિવારના લોકો તેમને દફનાવવા માટે લઇ ગયા ત્યારે તે જીવિત હાલતમાં ઉંચી થઇ જતા લોકોના પણ હોશ ઉડી ગયા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:23 pm IST)