Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

માનવ તસ્કરી નેટવર્કનો પર્દાફાશ: 27317 ગેરકાનૂની પ્રવાસીઓની ધરપકડ

નવી દિલ્હી: મોરક્કોના ઉત્તરપૂર્વી શહેર નાડોર અને ટોયારિટથી કહેવાતી રીતે ગેરકાનૂની અવરજવર અને માનવ તસ્કરીમાં સામેલ થવાના આરોપમાં ગુરુવારના રોજ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.મોરક્કો પોલીસે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  આ આરોપીઓની ઉંમર 22થી 51વચ્ચેની છે તપાસ અભિયાન દરમ્યાન 6 નાવડી,ત્રણ શક્તિશાળી એન્જીન અને ત્રણ કમ્પાસ પણ જપ્ત કરવામાં આવ્યા છે.

અધિકારીક આંકડા મુજબ સીગયા વર્ષે કુલ 62 માનવ તસ્કરીના નેટવર્કના પર્દાફાશ થયા હતા અને મોરક્કોમાં માનવ તસ્કરી અને પ્રવાસી તસ્કરીમાં શામેલ 505 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

(6:21 pm IST)