Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

બલૂચિસ્તાનમાં વિધાનસભા પાસે બ્લાસ્ટ : ૬ના મોત

મૃતકોમાં ૪ પોલીસકર્મી છે

કરાંચી તા.૧૦ : પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં વિધાનસભા પાસે એક મોટો વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટમાં ૬ લોકોના મોત થયા છે. મૃતકોમાં ૪ પોલીસકર્મી છે, જેઓ વિધાનસભાના સિકયોરિટીમાં સામેલ હતા.

આ બ્લાસ્ટમાં ૧૭ લોકો ઘાયલ પણ થયા છે. આ બોંબ બ્લાસ્ટ બલૂચિસ્તાનના મુખ્યમંત્રીના રાજકીય ઉથલપાથલ વચ્ચે રાજીનામુ આપી દીધા બાદ થયો છે. જો કે આ આત્મદ્યાતી હુમલો હતો.

બલૂચિસ્તાનના કવેટા શહેરના જાઘૂન રોડ સ્થિત હાઇ સિકયોરિટી રેડ જોન પાસે વિધાનસભા બિલ્ડિંગની નજીકમાં આ બ્લાસ્ટ થયો હતો. જો કે આતંકીઓના નિશાના પર પોલીસની કાર જ હતી. આ બ્લાસ્ટમાં ૪ પોલીસકર્મીઓના મોત થયા છે.

બ્લાસ્ટમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શરૂઆતની તપાસમાં માલૂમ પડી રહ્યું છે કે, મોટરસાઈકલ પર સવાર એક હુમલાખોરે બાઈકને વિધાનસભા નજીક લઈ જઈ બ્લાસ્ટ કરવાનો પ્લાન ઘડ્યો હતો.

જો કે બલૂચિસ્તાનના મુખ્યમંત્રી સના ઉલ્લાહ જેહરી વિરુદ્ઘ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું, પરંતુ મુખ્યમંત્રીના રાજીનામા બાદ તેને સ્થગિત કરવામાં આવ્યું હતું, તેથી વિધાનસભામાં નેતાઓ હાજર ન હતા.

(4:18 pm IST)