Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

બે મર્ડર કરનારા ગુનેગારને પરણશે ત્રણ બાળકોની મમ્મી

ન્યુર્યોક તા.૧૦: અમેરિકામાં ૨૦૦૬માં બે જણના મર્ડર કરીને તેમના મૃતદેહો પણ દાટી દેનારા ૩૦ વર્ષના કાતિલ મર્ડરર જસ્ટિનને આજીવન કારાવાસની સજા કરવામાં આવી છે અને તેને પરોલ પર પણ છૂટવા મળવાનું નથી, પણ એવા ગુનેગાર સાથે બ્રિટનના વેસ્ટ મિડલેન્ડ્સમાં રહેતી ૩૩ વર્ષની અને ત્રણ બાળકોની મમ્મી એમાં પિકેટ પરણવાની છે. તેઓ જેલની પેન-પલ વેબસાઇટ પર મળ્યાં હતા અને પછી એક વાર તે તેને મળવા આવી હતી. પાંચ મહિનામાં તેમણે એકબીજાને ૧૬૦૦ પ્રેમપત્રો લખ્યા છે. જસ્ટિન સાથે લગ્ન કર્યા બાદ એમાં તેના ત્રણ બાળકો સાથે અમેરિકા આવી જશે.

(12:29 pm IST)