Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

ઇન્ફલુએન્ઝાની રસી વારંવાર લેવાથી ફલુ સામેની રોગપ્રતિકારક ક્ષમતા વધે

લંડન તા. ૧૦  :વારંવાર ઇન્ફલુએન્ઝાની રસી લેવાથી વાઇરસની તીવ્રતા ઓછી થાય છે. અને વૃધ્ધત્વને આરે પહોંચેલા લોકોમાં હોસ્પિટલમાં એડમીટ થવાની શકયતાઓ ઘટે છે. એવું એક અભયાસમાં જણાવવામાં આવ્યું છે. આ સંદર્ભમાં સ્પેનમા  થયેલા એક અભ્યાસમાં કહેવામાં આયું હતું કે ચાલુ વર્ષેુતેમ જ છેલ્લી ત્રણ સીઝનમાં વારંવાર ઇન્ફલુએન્ઝાની રસી લેનારા ૬પ કે એથી વધુ વયના લોકો અને ર૦૧૩-૧૪ અને ર૦૧૪-૧પમાં સ્પેનિશ હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવેલા લોકો પર થયેલી અસરોના અભ્યાસ કરવામાં આવ્યોહ તો. વારંવાર રસી લેનારી વ્યકિતઓમાં ઇન્ફલુએન્ઝાનો પ્રતિકાર કરવાની ક્ષમતા અન્ય કેસોની તુલનાએ બમણી હતી. આ અસરને ફલુના રોગનો વાયરો હોવા સાથે કે પેશન્ટની ઉંમરસાથે કોઇ સંબંધ નથી. વારંવાર રસી લેવાને લીધે મોટી ઉમરના લોકોમાં ઇન્ફલુએન્ઝાને કારણે ઇન્ફેકશન ફેલાવા સામે અસકારક પુરવાર થાય છે.

(11:44 am IST)