Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

મોંઘો પડયો વાયગ્રાનો ઓવરડોઝઃ એરપોર્ટ પર જ ન્યૂડ થયો યુવક

આ યુવકે એરપોર્ટ પરિસરમાં જ પોટ્ટી કરી હતી, આટલું જ નહીં બેબાકળો બની પોટ્ટી અન્ય મુસાફરો તરફ ફેંકવા લાગ્યો હતો

બેંગ્કોક તા. ૧૦ : સેકસ પાવર વધારવા માટે ઉપયોગમાં લેવાતી દવા વાયગ્રાના અનેક સાઇડ ઇફેકટ્સ પણ હોય શકે છે. થાઇલેન્ડના ફૂકેટ એરપોર્ટ પર આ જ રીતનો એક મામલો સામે આવ્યો છે. જયાં વાયેગ્રાના વધારે ડોઝથી વિચિત્ર સ્થિતિ સર્જાઇ હતી. હકીકતમાં વધારે વાયગ્રા લેવાના કારણે એક યુવક ફુકેટ એરપોર્ટ પર કપડા ઉતારીને જયાં ત્યાં ભાગવા લાગ્યો હતો.

આ યુવકે એરપોર્ટ પરિસરમાં જ પોટ્ટી કરી હતી. આટલું જ નહીં તે બેબાકળો બની ગયો હતો અને અન્ય મુસાફરો તરફ આ પોટ્ટી ફેંકવા લાગ્યો હતો. એક રિપોર્ટ અનુસાર એરપોર્ટ પર હંગામો કરનાર આ વ્યકિતનું નામ સ્ટીવ ચો છે. ૨૭ વર્ષનો સ્ટીવ ન્યૂયોર્કમાં રહે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર દક્ષિણ કોરિયાની ફલાઇટની રાહ જોઇ રહેલા સ્ટીવે એરપોર્ટના ડિપાર્ચર હોલમાં અચાનક જ પોતાના દરેક કપડા ઉતાર્યાં હતાં. કપડાં ઉતારીને તે એરપોર્ટ પરિસરમાં જ ફરવા લાગ્યો હતો અને હંગામો કરવા લાગ્યો હતો. આખરે એરપોર્ટ સ્ટાફે સ્ટીવને પકડીને પોલીસના હવાલે કર્યો હતો.

પોલીસ પૂછપરછમાં સ્ટીવે જણાવ્યું હતું કે, તેણે વધારે પ્રમાણમાં વાયગ્રા લીધી હતી. જેના કારણે તે પોતાના હોશમાં નહોતો. એવું પણ જણાવવામાં આવે છે કે આરોપીએ પોતાના કારણે થયેલા નુકસાનની પણ ભરપાઇ કરવાની તૈયારી બતાવી છે.

(11:33 am IST)