Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

યુએસએ નોર્થ કોરિયાના મિસાઈલને શોધતું રડાર બનાવ્યું હોવાની માહિતી

નવી દિલ્હી: અમેરિકાએ નોર્થ કોરિયાથી લઈને બીજા કોઈપણ દેશોના આવી રહેલા મિસાઇલને શોધી કાઢતા લાંબી રેન્જના રાડારને બનાવવાનું કામ અલાસ્કામાં પૂરુ કર્યુ છે, એમ ટોચના ડિફેન્સ અધિકારીએ જણાવ્યું હતું. 

યુએસ મિસાઇલ ડિફેન્સ એજન્સીના વાઇસ એડમિરલ જોન હિલે સમજાવ્યું હતું કે નવા લોંગ રેન્જના ડિસ્ક્રિમિનેશન રાડાર (એલઆરડીઆર) જોખમી શસ્ત્રો કે મિસાઇલોને ઓળખી કાઢશે, આના લીધે અમેરિકા સફળતાપૂર્વક આ મિસાઇલોને આંતરી શકશે, એમ યોનપ ન્યૂઝ એજન્સીએ મંગળવારે જણાવ્યું હતું. 

હિલે ઉત્તર કોરીયાને ટાંકીને જણાવ્યું હતું કે અમેરિકાને લક્ષ્યાંક બનાવતા પેસિફિક સમુદ્રના કેટલાક દેશે તેમની બેલિસ્ટિક મિસાઇલ ક્ષમતા દર્શાવી છે. તેથી તેઓના મિસાઇલને આંતરવા માટે આ પ્રકારના રાડાર બનાવવા જરૂરી બની ગયા હતા. 

આ રાડાર વ્યૂહાત્મક રીતે અલાસ્કામાં આવેલું છે. અમે આ વિસ્તારમાંથી આવતા કોઈપણ પ્રકારના જોખમને પહોંચી વળવા માટે તેની ગોઠવણી ત્યાં કરી છે. એમડીએના ડિરેક્ટરે જણાવ્યું હતું કે આ રાડાર ચકાસણી પૂરી કર્યા પછી અને સિસ્ટમ ઇન્ટિગ્રેશન પછી ૨૦૨૩માં સંપૂર્ણપણે કાર્યરત થશે.

(5:37 pm IST)