Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

યુએસ ફેડરલ આરોગ્ય અધિકારીઓએ કોરોનાથી બચવા એક અનોખી દવાને આપી મંજૂરી

નવી દિલ્હી  : યુએસ ફેડરલ આરોગ્ય અધિકારીઓએ બુધવારે એક એવી દવાને મંજૂરી આપી છે જે ગંભીર આરોગ્ય સમસ્યાઓ અથવા એલર્જી ધરાવતા લોકો માટે, ગંભીર બીમારી ધરાવતા લોકો માટે અને જેઓ કોરોના રસીકરણ પછી પણ પૂરતું રક્ષણ મેળવી શકતા ન હતા તેમના માટે COVID-19 સામે એન્ટિબોડીઝ બનાવે છે.આ દવા દર્દીઓ માટે ખુબ લાભદાયક પુરવાર થશે. કેન્સરના દર્દીઓ, અંગ પ્રત્યારોપણ કરનારા, સહિત અનેક – રોગોથી પીડિત લોકો આ દવા લઈ શકે છે. આરોગ્ય નિષ્ણાતોએ અનુમાન લગાવ્યું છે કે અમેરિકાની બેથી ત્રણ ટકા વસ્તી આ શ્રેણીમાં આવે છે. ઘોષણા પહેલા, મિનેસોટા યુનિવર્સિટીના ડૉ. ડેવિડ બાઉલવેરે કહ્યું, “આ લોકો હજુ પણ બહાર નીકળી શકતા નથી કારણ કે તેઓને ચેપ લાગવાનું કે તેનાથી મૃત્યુ થવાનું જોખમ વધારે છે.” જોકે, બુધવારે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા મંજૂર કરાયેલ એન્ટિબોડી દવા ‘AstraZeneca’ છે. તે પ્રથમ દવા છે જે ચેપ સામે લાંબા ગાળાનું રક્ષણ પૂરું પાડશે અને માત્ર ટૂંકા ગાળા માટે નહીં.

(5:35 pm IST)