Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

દુધ કરતા બિયર પીવાનું ફાયદાકારક

PETAના દાવાથી ખળભળાટ

નવી દિલ્હી, તા.,૯:  દારૂ કે બીયરને આરોગ્ય માટે યોગ્ય ગણવામાં નથી આવતા આ જ કારણે આપણને નાનપણથી જ દુધ પીવાના ફાયદા જણાવવામાં આવે છે. બીજી તરફ પેટા (પીપલ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ) એ દુધ પીવાથી વધુ બીયર પીવાથી ફાયદો થાય છે તેવું જણાવ્યું છે.

'પેટા'ના જણાવ્યા પ્રમાણે બીયર પીવાનું દુધ પીવાથી વધુ ફાયદાકારક છે. બીયરથી હાડકા મજબુત બને છે એટલું જ નહી તે પીવાથી ઉંમર પણ વધે છે. પેટાએ લોકોને દુધ ન પીવા અનુરોધ કર્યો છે.

'પેટા'એ દુધ પીવાના ગેરફાયદા ગણાવ્યા છે. તેમાં જણાવાયું છે કે દુધથી મોટાપા ડાયાબીટીસ અને કેન્સર જેવી બિમારી થાય છે.

પેટાએ આવા દાવો હાર્વર્ડ સ્કુલ ઓફ પબ્લીક હેલ્થના એક રિપોર્ટના આધારે કર્યો છે. આ નિવેદનથી શાકાહારી હોવાના ફાયદાથી જોડીને પણ બતાડાયો છે. આ દાવાએ ભારે ચર્ચા જગાવી છે.

બીયરને એક આલ્કોહોલ બેવરેજ ગણવામાં આવે છે.

(4:08 pm IST)