Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ન્યુઝીલેન્ડનો વ્હાઈટ આઈલેન્ડ જવાળામુખી સક્રીય થતા ૧૦૦થી વધુ લોકો ફસાયા

ઓકલેન્ડઃ ન્યુઝીલેન્ડમાં એક જવાળામુખી ફાટવાથી ૧૦૦થી વધુ લોકો ફસાયા છે. વ્હાઈટ આઈલેન્ડ ઉપર આજે અચાનક જવાળામુખી સક્રીય થતા પર્યટકોમાં ભયનો માહોલ ઉભો થયેલ. ન્યુઝીલેન્ડના ડીઝાસ્ટર એજન્સીના જણાવ્યા મુજબ વ્હાઈટ આઈલેન્ડમાં મધ્યમ કક્ષાનો જવાળામુખી વિસ્ફોટ થયેલ અને તે આસપાસના વિસ્તાર માટે હાનિકાર છે. જવાળામુખી સ્થળેથી થઈ રહેલ જીવંત પ્રસારણમાં શરૂમાં લોકો ચાલતા દેખાતા હતા અને વિસ્ફોટ બાદ તસવીર કાળી થઈ ગઈ છે. મેયરના જણાવ્યા મુજબ ઘટનામાં લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની શંકા પણ છે.

(3:42 pm IST)